ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં બનેલી ચકચારી સોની દંપતી હત્યા કેસમાં પોલીસે આરોપીઓને કાયદાના પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે. મિલકત કે અન્ય લાલચમાં આવીને પોતાના જ જણીતા માતા-પિતાની હત્યા કરનાર પુત્ર, પુત્રવધૂ અને સોપારી લેનારા બે હત્યારાઓને સાથે રાખી પોલીસે આજે ઘટનાસ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.
5 લાખની સોપારી અને રાજકોટ-વિસાવદરનું કનેક્શન
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રાજકોટમાં રહેતા પુત્ર અને તેની પત્નીએ (પુત્રવધૂ) આ જઘન્ય હત્યાકાંડ માટે રાજકોટ અને વિસાવદરના બે મુસ્લિમ શખ્સોને રૂપિયા ૫ લાખની સોપારી આપી હતી. આ બંને શખ્સો પુત્રવધૂના મિત્રો હોવાનું પણ ખુલ્યું છે. ચારેય શખ્સોએ સાથે મળીને તળાજામાં સોની દંપતીની કરપીણ હત્યા કરી હતી.










