ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટલાઇનની મરામતના કાર્યને કારણે આગામી 45 દિવસ સુધી ટ્રેન સેવાઓ અસરગ્રસ્ત રહેશે. આ નિર્ણય 8 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. ભાવનગરથી સંચાલિત થતી સુરેન્દ્રનગર, બોટાદ, પાલીતાણા અને ધોળાની ચાર લોકલ ટ્રેનો 45 દિવસ માટે રદ્દ કરવામાં આવી છે.


2 ટ્રેનો આંશિક રદ્દ અને 4 ટ્રેનોના સમયમાં ફેરફાર

તેમજ ભાવનગર-ઓખા ટ્રેન સોમવાર, બુધવાર, ગુરુવાર અને રવિવારે રાજકોટ સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ થશે, જ્યારે અન્ય ત્રણ દિવસ ચાલુ રહેશે. ઉપરાંત ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દર મંગળવાર અને ગુરુવારે 2.30 કલાક મોડી ઉપડશે. ભાવનગર-વેરાવળ ટ્રેન દર શનિવારે 3 કલાક મોડી ઉપડશે. ભાવનગર-હરિદ્વાર ટ્રેન દર ગુરુવારે 3 કલાક મોડી ઉપડશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: