તાજેતરમાં બનેલી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે આજે શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાને લઈને સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં કુલ 11 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોમાં ખામીઓ અને નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.


દર્દીઓના જીવ જોખમમાં

દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ફાયર વિભાગે તાત્કાલિક અસરથી આ 11 હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તમામ હોસ્પિટલોએ આગની ઘટનાઓને પહોંચી વળવા માટેની ખામીઓ અને સુરક્ષાના સાધનોને માત્ર 5 દિવસની અંદર દૂર કરવા પડશે અને તેનું પાલન સુનિશ્ચિત કરવું પડશે. જો નિર્ધારિત સમયગાળામાં હોસ્પિટલો દ્વારા ખામીઓ દૂર કરવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તંત્રનો આદેશ છે કે હોસ્પિટલોમાં દર્દીઓના જીવ જોખમાય નહીં તે માટે ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.

આ પણ વાંચો : Gandhinagar ના દહેગામમાં નવા રોડ પરથી મળેલા બાળક માટે પોલીસની તપાસ તેજ, CCTV બન્યા મુખ્ય આધાર

  • Follow us on: