ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ધૂળેટીના દિવસે થયેલી મારામારી અને હુમલાની ઘટનામાં બોરતળાવ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.
ધૂળેટીના દિવસે મારામારી અને હુમલાની ઘટના
ધૂળેટીના પવિત્ર તહેવારના દિવસે હાદાનગર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે કેટલાક ઈસમોએ માથાકૂટ કરી હતી. વાત એટલી વણસી હતી કે આ આરોપીઓએ મહિલાના પરિવારજનો પર જીવલેણ હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પીડિત પરિવારે બોરતળાવ પોલીસ મથકમાં કુલ 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.










