ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઈકાલે થયેલા ફાયરિંગની ઘટનાને પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલા અને ઝડપાયેલા 6 આરોપીઓને સાથે રાખીને પોલીસે આજે ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે ગુનેગારોને 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો'નો સ્પષ્ટ પાઠ ભણાવ્યો હતો.
નવાપરામાં ફાયરિંગની ઘટના મામલે કાર્યવાહી
નવાપરા વિસ્તારમાં જૂની અદાવત અથવા અન્ય કારણોસર થયેલા ફાયરિંગ મામલે કુલ 8 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં નામચીન શખ્સ વલી હાલારી અને તેના ભાઈ તૌફિક હાલારી સહિતના અન્ય આરોપીઓના નામ સામેલ હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 8 પૈકી 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.










