ભાવનગર શહેરમાં ગુનેગારો અને અસામાજિક તત્વો વિરુદ્ધ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના કુખ્યાત ગણાતા આડોડીયા વાસમાં આજે સવારથી જ પોલીસ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રોહીબિશન અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગરોના ગેરકાયદેસર દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
ભારે પોલીસ બંદોબસ્ત અને સાધનોની ફોજ
આ ઓપરેશનની ગંભીરતાને જોતા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડિમોલિશનની કામગીરી માટે 1 DySP, 6 PI, 20 PSI સહિત 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દબાણો હટાવવા માટે 5થી વધુ JCB અને 3 હિટાચી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાફલા સાથે જોડાયા છે.
