આ નિર્ણયથી દૈનિક મુસાફરો તથા સામાન્ય શ્રેણીના યાત્રીઓને મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળશે. રેલ પ્રશાસન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને મુસાફરીને વધુ સુવિધાજનક, સુરક્ષિત તથા આરામદાયક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ટ્રેનના ઠેરવાઓ, રચના તથા સમયપત્રક અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.
આ ટ્રેનમાં લાગશે વધુ જનરલ કોચ
01-ટ્રેન નંબર 20966/20965 ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં સ્થાયી રીતે 04 જનરલ કોચ લગાવવામાં આવશે. આ સુવિધા 06 ફેબ્રુઆરી, 2026થી ભાવનગર તથા ગાંધીગ્રામ બંને સ્ટેશનોથી અમલમાં આવશે.













