ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, આ ઠેરાવ પ્રયોગાત્મક આધાર પર આપવામાં આવ્યો છે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે. આ વધારાના ઠેરાવથી રેન (REN) સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને આવાગમનમાં નોંધપાત્ર સુવિધા મળશે.
આ ટ્રેનના સ્ટોપેજની વિગતો નીચે મુજબ છે
01-ટ્રેન નં. 19272 હરિદ્વાર–ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ, જે હરિદ્વારથી તારીખ 14 જાન્યુઆરી, 2026થી પ્રસ્થાન કરશે, તેનું રેન (REN) સ્ટેશન પર આગમન સમય 20:43 કલાક અને પ્રસ્થાન સમય 20:45 કલાક રહેશે.
02-તે જ રીતે, ટ્રેન નં. 19271 ભાવનગર–હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ, જે ભાવનગરથી તારીખ 15 જાન્યુઆરી, 2026થી પ્રસ્થાન કરશે, તેનું રેન (REN) સ્ટેશન પર આગમન સમય 10:30 કલાક અને પ્રસ્થાન સમય 10:32 કલાક નક્કી કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય મુજબ ચાલશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે જાણ કરવામાં આવે છે કે મુંબઈ મંડળ દ્વારા પ્રસ્તાવિત ઓપરેશનલ કામ અંગે અગાઉ જાહેર કરાયેલ સૂચનાઓ હોવા છતાં હવે ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસના સંચાલન પર કોઈ અસર પડશે નહીં. સંબંધિત કામ નિર્ધારિત તારીખ પહેલાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. તેથી તારીખ 16 જાન્યુઆરી 2026થી ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય, માર્ગ અને ઠેરાવ મુજબ સામાન્ય રીતે સંચાલિત થશે.
આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરના કલોલમાં પત્ની-સાસરિયાથી કંટાળી યુવકે કર્યો આપઘાત