યાત્રિઓની માંગ અને તેમની સુવિધા માટે અને વધારાના ધસારાને સમાયોજિત કરવા માટે, પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને પાલીતાણા સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર "સ્પેશિયલ ટ્રેન" ચલાવશે. આ ટ્રેનનો SLRD કોચ અનારક્ષિત રહેશે, જેના માટે ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેઈલ/એક્સપ્રેસનું ભાડુ લાગશે.
ટ્રેન નંબર 09009/09010 બાંદ્રા ટર્મિનસ-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ
01-ટ્રેન નંબર 09009 બાંદ્રા ટર્મિનસ - પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, 23 નવેમ્બર, 2025 ના રોજ 19:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09:25 કલાકે પાલીતાણા પહોંચશે.
02-તેવી જ રીતે, ટ્રેન નંબર 09010 પાલીતાણા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 24 નવેમ્બર, 2025 ના રોજ પાલીતાણાથી 20:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
03-આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર કોચ હશે.
આજથી આ ટ્રેનની ટિકિટ માટેનું બુકિંગ શરૂ
ટ્રેન નંબર 09009/09010 માટે બુકિંગ 22 નવેમ્બર, 2025 (શનિવાર)થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.