ભાવનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાલીતાણા શહેરમાં ગેરકાયદે દવાના વેચાણ પર તરાપ મારવામાં આવી છે. બાતમીના આધારે SOGની ટીમે પાલીતાણા સ્થિત 'સોહિલ પ્રોવિઝન સ્ટોર' પર દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન દુકાનમાંથી મોટી માત્રામાં પશુઓમાં દૂધ વધારવા માટે વપરાતા પ્રતિબંધિત ઓક્સિટોસિનના ઇન્જેક્શન અને અન્ય શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી સાજીદ સરમાળી કોઈપણ પ્રકારના લાયસન્સ કે સત્તાવાર મંજૂરી વગર આ દવાઓનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે.


પશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં!

પોલીસે પ્રોવિઝન સ્ટોરમાંથી તમામ દવાનો જથ્થો જપ્ત કરી આરોપી સાજીદ સરમાળીની અટકાયત કરી છે. પશુઓ પર ઓક્સિટોસિનનો ઉપયોગ પ્રતિબંધિત હોવા છતાં, દૂધાળા પશુઓના માલિકોને આ દવા ગેરકાયદેસર રીતે વેચવામાં આવતી હતી, જે પશુ અને દૂધ પીનારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હાલમાં SOGએ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આ દવાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોણ કોણ આ કૌભાંડમાં સામેલ છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ, કડકડતી ઠંડી વચ્ચે કચ્છમાં કમોસમી વરસાદની વકી

  • Follow us on: