આજે 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા શહેરની મહિલાઓ અને બાળાઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આનંદદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગે નારી શક્તિના સન્માનમાં આજે તમામ સિટી બસો અને ઇલેક્ટ્રિક બસોમાં મહિલાઓ માટે મુસાફરી નિઃશુલ્ક જાહેર કરી છે.
ગમે તેટલી વખત વિનામૂલ્યે મુસાફરી
મનપાના આ નિર્ણય મુજબ, ભાવનગર શહેરની કોઈપણ મહિલા કે બાળા આજનો આખો દિવસ સિટી બસના કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ટિકિટ લીધા વિના મુસાફરી કરી શકશે. આ ભેટ દ્વારા મનપાએ મહિલા સશક્તિકરણના અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું છે.










