ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી એમ બે દિવસ માટે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. મહીં-પરીએજ લાઈન પર મેન્ટેનન્સની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શહેરના આશરે 40% વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે.
કયા વિસ્તારોમાં રહેશે પાણી કાપ
તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત તમામ વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે. જેમાં શહેરના ભરતનગર,તરસમિયા,કાળીયાબીડ,ઘોઘા રોડ સહિતના આસપાસના વિસ્તારો મુખ્ય રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે.










