ભારતની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં પશ્ચિમ કચ્છ એસઓજી (SOG) પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ISIS (ઈસ્લામિક સ્ટેટ) ની વિચારધારાને અનુસરતા અને ફેલાવતા એક યુવકને ઝડપી પાડ્યો છે. પકડાયેલો યુવક ભુજ તાલુકાના લોડાઈ ગામનો રહેવાસી છે અને તે ઓનલાઈન માધ્યમો દ્વારા કટ્ટરપંથી વિચારોનો પ્રસાર કરતો હતો.

કચ્છમાં દેશવિરોધી મનસૂબાનો પર્દાફાશ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીનું નામ ફકીર ઈશા ગગડા છે, જે ભુજના લોડાઈ ગામમાં રહેતો હતો. તે છેલ્લા કેટલાક સમયથી પોલીસના રડારમાં હતો. આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય રહીને પ્રતિબંધિત આતંકી સંગઠનોના વીડિયો અને લખાણો શેર કરતો હતો.

જિહાદ માટે લોકોને એકઠા થવાની કરતો હાકલ

આરોપી ફકીર ઈશા ગગડા સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મુકતો હતો જેમાં તે 'જિહાદ' કરવા માટે લોકોને એકઠા થવાની અને કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાની વાતો કરતો હતો. દેશની આંતરિક સુરક્ષા અને શાંતિ જોખમાય તે પ્રકારની પ્રવૃત્તિઓમાં તે સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો: Anand: આંકલાવના નવાખલમાં ધરાશાયી થયેલા મકાનમાં દંપતી દટાયું, સ્થાનિક યુવાનોએ જીવ બચાવ્યો