ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવની ચેતવણી આપી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કાળજાળ ગરમી અનુભવાશે. બીજી તરફ કચ્છમાં પણ આકરી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ભુજમાં 38 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો છે. ગરમી વધતાં કચ્છમાં લોકોના જીવન પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ હિટવેવની શક્યતાઓ રહેશે.
કચ્છના ભુજમાં ગરમીની અસર વર્તાઈ
કચ્છના ભુજમાં બપોર પડતાની સાથે જ રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.શહેરના મુખ્ય માર્ગો પર સામાન્ય દિવસોની સરખામણીએ અવરજવર ઓછી જોવા મળી રહી છે.ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા, જ્યૂસ અને છાશનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાની શક્યતા છે.જેના કારણે કચ્છના લોકોને આગામી દિવસોમાં પ્રખર ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
