ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રણોત્સવ યોજવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-ભુજ વિભાગ દ્વારા રણોત્સવને માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો સુધીની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સાથોસાથ ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર પહોંચવા સુધી પહોંચવામાં પ્રવાસીઓને મુશ્કેલી ઊભી ન થાય તે માટે અવરજવર માટે સ્પેશિયલ 10 મિની બસ સેવા પણ શરૂ કરવામાં આવશે.


વધારાની ત્રણ ટ્રીપો ચલાવવામાં આવશે

ભુજથી ધોરડો અવરજવર માટે વધારાની ત્રણ ટ્રીપો ચલાવવામાં આવશે, જેમાં ભુજથી ધોરડો સવારે 8.00 કલાકે, બપોરે 3.40 કલાકે અને સાંજે 5.00 કલાકે જ્યારે દર પૂનમે ભુજથી ધોરડો (નિયમિત) સવારે 9.15 કલાકે, બપોરે 2.30 કલાકે, સાંજે 7.00 કલાકે અને ધોરડોથી ભુજ સવારે 10.35 કલાકે, સાંજે 6.35 કલાકે, રાત્રે 11.00 કલાકે બસ ઉપડશે. જ્યારે દર પૂનમે ધોરડોથી ભુજ (નિયમિત) સવારે 7.00 કલાકે, સવારે 11.30 કલાકે અને સાંજે 4.50 કલાક દરમિયાન ચાલશે તેવું એસ.ટીનાં વિભાગીય નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.

કચ્છનાં લોકલ નાગરિકો માટે બસની વધારાની ૩ ટ્રીપો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-ભુજ વિભાગ દ્વારા વધારાની ૩ ટ્રીપો બસ સેવા ભુજથી વાયા ભીરંડિયારા, લોરિયાથી ધોરડો રૂટ પર ચાલશે. જેનો કચ્છનાં લોકલ નાગરિકો તેમજ પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે. આ સેવાની ટિકિટનું એસ.ટી. દ્વારા નીમવામાં આવેલા બુકિંગ એજન્ટ, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ પરથી પણ ઓનલાઈન બુકિંગ કરી શકાશે.


આ પણ વાંચોઃ Gandhinagar News : પાલતુ શ્વાન જાહેર જગ્યા પર ગંદકી કરશે તો માલિકને 500 રૂપિયા દંડ, જાણો અન્ય કયા નિયમો જાહેર કરાયા


  • Follow us on: