ભુજ શહેરમાં સતત વધી રહેલા વાહનોના ભારણને ઘટાડવા અને શહેરને ટ્રાફિક મુક્ત કરવા માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. ભુજની આસપાસ 21 કિલોમીટર લાંબો નવો બાયપાસ માર્ગ બનાવવા માટેની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે.
જમીન સંપાદન માટે ₹114 લાખનો ખર્ચ
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજે 45 હેક્ટર જેટલી જમીન સંપાદિત કરવામાં આવનાર છે. જમીન સંપાદનની આ પ્રક્રિયા માટે તંત્ર દ્વારા ₹114.64 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવશે. આ જમીન સંપાદન બાદ રસ્તાના નિર્માણની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવશે.
