બોટાદ શહેરમાં કાયદાના રક્ષક જ જ્યારે લાંચિયા બને ત્યારે એસીબી કડક પાઠ ભણાવે છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક એએસઆઈ (ASI) અને તેમના ખાનગી વચેટીયાને ભાવનગર એસીબીની ટીમે લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી ભ્રષ્ટાચારીઓ માટે લાલબત્તી ધરી છે.

બોટાદ ટાઉન પોલીસમાં ACBની ટ્રેપ

શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાના કામે આરોપીને જામીન મુક્ત કરવા માટે એએસઆઈ જયેશ જયંતીભાઈ જાખણીયા એ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. આ કામ માટે કુલ રૂપિયા ૩૦,૦૦૦ ની લાંચ માંગવામાં આવી હતી. જે પૈકી પ્રથમ હપ્તા પેટે 10,000રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

એસીબીનું સફળ છટકું

લાંચ આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ આ અંગે ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના પીઆઈ અને તેમની ટીમે પ્લાન મુજબ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન એએસઆઈ જયેશ જાખણીયાના કહેવાથી નિલેશ ઉર્ફે લાલો ઘનશ્યામભાઈ ભરાડીયા એ જ્યારે 10,000 રૂપિયાની લાંચ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ પકડી પાડ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી, PCBએ વૈષ્ણોદેવી બ્રિજ પાસે કિયા ગાડીને આંતરી બે ભાઈઓને જેલભેગા કર્યા