બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અડતાળા રોડ પર ઇલેક્ટ્રિક કરંટ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
બચાવવા જતાં આખો પરિવાર ઝપેટમાં આવ્યો
મળતી વિગતો અનુસાર, ગઢડાના અડતાળા રોડ વિસ્તારમાં રહેતા મકવાણા પરિવારના સભ્યો ઇલેક્ટ્રિક કેબલ ક્રેક થયો હોવાથી જીમીતભાઇ કેબલને ખસેડી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમને જોરદાર શોર્ટ લાગ્યો હતો. એક સભ્યને કરંટ લાગતા ઘરના અન્ય સભ્યો તેમને બચાવવા માટે દોડ્યા હતા, પરંતુ વીજ પ્રવાહ એટલો ભયાનક હતો કે એક પછી એક ચારેય સભ્યો કરંટની ઝપેટમાં આવી ગયા હતા.













