બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસમથક વિસ્તારમાંથી માનવતાને હચમચાવી દેનારી એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 70 વર્ષના એક નરાધમ વૃદ્ધે 14 વર્ષની માસૂમ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલમાં આ કિશોરીએ બાળકને જન્મ આપતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
વૃદ્ધે એક 14 વર્ષીય કિશોરી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારી પોતાની હવસનો શિકાર બનાવી
બોટાદના અરજણ ખોડાભાઇ ચાવડા (ઉં.વ. 70) નામના વૃદ્ધે એક 14 વર્ષીય કિશોરી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારી પોતાની હવસનો શિકાર બનાવી હતી.અને જો કોઈને કહિશ તો તારા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી.












