બોટાદ શહેરમાં શેરબજારમાં વધુ નફાની લાલચ આપી લોકો સાથે ઑનલાઈન ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ છે. બોટાદ પોલીસ દ્વારા ગઢડા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ અર્ટીગા કાર રોકી તપાસ કરતાં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.


આરોપીઓ ‘માર્કેટ પલ્સ’ નામની એપ મારફતે લોકોને રોકાણ માટે પ્રલોભન આપતા

પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓ ‘માર્કેટ પલ્સ’ નામની એપ મારફતે લોકોને રોકાણ માટે પ્રલોભન આપતા હતા. વોટ્સએપ કોલ કરીને પોતાને શેરબ્રોકર તરીકે ઓળખાવતા અને શરૂઆતમાં નફો બતાવી લોકોનો વિશ્વાસ જીતતા હતા. બાદમાં ખોટી પી.ડી.એફ. સ્ટેટમેન્ટ મોકલી લાખો રૂપિયાની ઠગાઈ આચરતા હતા.

પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા

પોલીસે સંજયજી દલાજી ઠાકોર, વિપુલજી વિનુજી ઠાકોર, વિશાલજી સરદારજી ઠાકોર, રણજીતજી અરવિંદજી ઠાકોર અને કિરણજી ઉમેદજી ઠાકોર એમ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન, ડમી સિમકાર્ડ તેમજ અંદાજે પાંચ લાખ રૂપિયાની કાર કબજે લેવામાં આવી છે.

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલાની તપાસ હવે બોટાદ LCBને સોંપવામાં આવી છે.

અજાણી એપ અથવા અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં ના આવો

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણી એપ અથવા અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં આવી રોકાણ ન કરે અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.


આ પણ વાંચો-----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

  • Follow us on: