જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે.
જાહેરનામાનો ભંગ કરશો તો પગલાં ભરાશે
તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે. તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાનાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ. ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં તા.૨૯/૦૩/૨૦૨૬ થી તા.૧૨/૦૪/૨૦૨૬ (બન્ને દિવસ સહિત) સુધી કોઇપણ સભા/સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.
