મતદાન પ્રક્રિયાને વધુ પારદર્શક, સચોટ અને સર્વસમાવેશક બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલાં આ અભિયાનમાં મતદારયાદીમાં નામ ઉમેરવું, સુધારા કરવા કે ભૂલ સુધારણા જેવાં કાર્યો માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.
રોબોટની મદદથી મતદારોને ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે માહિતગાર કરાયા
બોટાદ જિલ્લામાં આ જનજાગૃતિને વધુ અસરકારક બનાવવા માટે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જિલ્લા જનસેવા કેન્દ્ર ખાતે BOTRON રોબોટની મદદથી મતદારોને ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યાં છે.
