મંજૂરી વગર લોકોને એકઠા કરતા મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે, કલાકારો સાથે ફોટા પડાવવા લોકો એકઠા થયા હતા અને ભીડ બેકાબૂ થતા મોલમાં અફરાતફરી સર્જાઇ હતી. ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરીના માહોલને લઈ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર સમીર વસાણી સામે ગુનો નોંધાયો છે.


[[$googlead]]

મંજૂરી વિના લોકોને એકઠા કરીને જાહેરનામાનો ભંગ કરતા પોલીસે મેનેજર સામે ગુનો નોંધ્યો

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આ મામલે ફરિયાદી બન્યા છે, અને સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોના આધારે પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઇ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ક્રિસ્ટલ મોલ જેવી જાહે૨ જગ્યાએ ગ્રાઉન્ડ ફલોર પર વચ્ચેના ભાગે સ્ટેજ બાંધી લાલો મુવીના એકટર, ડાયરેક્ટર, પ્રોડયુશર તથા સ્ટાર કાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા જેના કારણે મોલમાં ભીડ બેકાબુ બની ગઈ હતી.

ગુજરાતી ફિલ્મ 'લાલો'ના પ્રમોશનમાં અફરાતફરી, ક્રિસ્ટલ મોલમાં ભીડ બેકાબૂ થઈ હતી

ગુજરાતી ફિલ્મ 'લાલો'ના કલાકારો જ્યારે ફિલ્મના પ્રમોશન માટે રાજકોટના ક્રિસ્ટલ મોલ પહોંચ્યા, ત્યારે ખુશીનો માહોલ ગણતરીની મિનિટોમાં જ અફરાતફરીમાં પલટાઈ ગયો હતો. ગુજરાતી ફિલ્મ 'લાલો'ના કલાકારો જ્યારે ફિલ્મના પ્રમોશન માટે રાજકોટના ક્રિસ્ટલ મોલ પહોંચ્યા, ત્યારે ખુશીનો માહોલ ગણતરીની મિનિટોમાં જ અફરાતફરીમાં પલટાઈ ગયો હતો. કલાકારોને જોવા માટે મોલમાં લોકોનું એટલું જંગી ટોળું ઉમટ્યું હતું કે આયોજકો દ્વારા કરાયેલી સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી અને ભીડ બેકાબૂ બની ગઈ હતી.

[[$alsoread]]

એસ્કેલેટરના પગથિયા પર બાળકી પટકાઇ હતી

આયોજકો વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ રહેતાં સમગ્ર મોલમાં ગભરામણનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ વધુ વણસે અને કોઈ મોટી દુર્ઘટના ન બને તે ધ્યાનમાં રાખીને, ફિલ્મ 'લાલો'ના કલાકારોએ ભારે હૈયે પ્રમોશન અધૂરું મૂકીને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા અને ભીડ નિયંત્રણના મહત્વ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠાના ધાનેરામાં હડકાયા શ્વાને 13 લોકોને ભર્યા બચકા, શ્વાનના હુમલાથી 3 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત


 

  • Follow us on: