બોટાદ રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી મળી રહે તે હેતુથી પાળીયાદ રોડ, ગિરનારી આશ્રમ પાસે, રાણપુર આઇ.ટી.આઇ. ખાતે તા.૧૩/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે. આ ભરતીમેળામાં સાણંદની ટાટા મોટર્સ, દહેજની એમઆરએફ ટાયર્સ, ધોલેરાની રીન્યુ પાવર અને રાણપુરની ટેક્ષસ્પીન બેરીંગ્સમાં જુદી જુદી જગ્યાઓ માટે ૧૮થી ૩૫ વર્ષની વયના ધો.૧૦/૧૨/આઇ.ટી.આઇ./ગ્રેજ્યુએટ/ડિપ્લોમા પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો ભાગ લઇ શકશે.

આ ઉંમરના લોકો ભરતી મેળામાં રહી શકશે હાજર

આ મેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી અનુંબંધમ વેબપોર્ટલમાં જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક anubandham.gujarat.gov.in પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન બોટાદના ખસ રોડ સ્થિત જિલ્લા સેવા સદન બ્લોક સી/જી-૧૯થી ૨૩, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયું છે.