આ અભિયાનનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર અંકુશ લાવવાનો અને નાગરિકોમાં સુરક્ષિત વાહનવ્યવહાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ ચેકિંગ દરમિયાન માર્ગ સલામતી સંબંધિત અનેક ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ખાસ કરીને વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવી, ખોટી દિશામાં ડ્રાઇવિંગ કરવું, નૉ પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું, તેમજ હેલ્મેટ અને સીટબેલ્ટ વિના વાહન ચલાવવું જેવા નિયમભંગ કરનારાઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યાં હતાં.

વાહનવ્યવહારનો સંદેશ જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો

ઉપરાંત, વાહનોમાં ગેરકાયદેસર રીતે LED લાઇટ્સ લગાવીને ચાલતાં વાહનો પણ તપાસ દરમિયાન ઝડપાયા, જેમના સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ડ્રાઇવરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને ભવિષ્યમાં આવા ઉલ્લંઘનો ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એઆરટીઓ બોટાદ દ્વારા હાથ ધરાયેલાં આ સઘન ચેકિંગ અભિયાનથી વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધે તેમજ અકસ્માતોની સંભાવના ઘટે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ કામગીરી દ્વારા સુરક્ષિત અને વ્યવસ્થિત વાહનવ્યવહારનો સંદેશ જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો.