જેથી વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
તથા વાહન ખરીદ્યાના દિવસ-૭ (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે
તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઈટ પર આ મુજબની કાર્યવાહી રહેશે. તા. 04-12-2025 થી 10-12-2025 સમય- બપોરે 16:00 સુધીમાં અરજી કરવાની રહેશે. તા. 10-12-2025 થી 12-12-2025ના રોજ બપોર 16:00 સુધી બીડીંગ રહેશે. જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેઓ જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકશે. ઉપર્યુક્ત હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે. વધુ માહિતી https://youtu.be/03a9kfQI3kc.(E-procedure) પરથી મેળવી શકાશે તેમ બોટાદ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.
