બોટાદમાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે જેમાં યુવકે બે વર્ષ પહેલા દોઢ લાખ વ્યાજે લીધા હતા અને યુવકે વ્યાજ ન આપતા વ્યાજખોરોએ માર માર્યો છે, વ્યાજખોર જયુ ગોવાળિયા સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે, પોલીસે યુવકના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે, અને આરોપીઓ પોલીસ પકડની બહાર છે.
વ્યાજખોરોએ યુવક પર કર્યો હુમલો
બોટાદના સાગાવદર ગામના યુવકને વ્યાજખોરોએ લોખંડના પાઈપથી માર માર્યાની નોંધાઈ ફરીયાદ, સાગાવદર ગામના જયુભાઈ વનરાજભાઈ ગોવાળીયા સહિત પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે, સાગાવદર ગામના અનિલભાઈ ધનજીભાઈ લોરીયાને પાંચ જેટલા શખ્સોએ લોખંડની પાઈપથી મારમારતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે, ઈજાગ્રસ્ત યુવકને પ્રથમ બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.













