રાજ્યમાં વધતા જતાં ગુનાખોરીના ગ્રાફ અને મોબાઈલ ચોરીની ઘટનાઓને રોકવા માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી. એલ. ઝણકાત દ્વારા બોટાદ જિલ્લામાં નવા અને જૂના મોબાઈલ ફોન તેમજ સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓ માટે ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું તારીખ 18 જાન્યુઆરી થી 18 માર્ચ, 2026 સુધી એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે.


દરેક વિગતનું રજિસ્ટર નિભાવવું ફરજિયાત

આ જાહેરનામા અનુસાર, હવેથી કોઈપણ વેપારીએ જૂના મોબાઈલ ખરીદતી કે વેચતી વખતે તેની સંપૂર્ણ વિગતો નિભાવવી પડશે. જેમાં મોબાઈલની કંપની, IMEI નંબર, ખરીદનાર અને વેચનારનું પૂરું નામ-સરનામું, આઈડી પ્રુફ (ID Proof) અને ફોટા સહિતની વિગતો રજિસ્ટરમાં નોંધવી ફરજિયાત છે. આ જ નિયમ સીમકાર્ડના વેચાણ માટે પણ લાગુ પડશે.

ગુનાખોરી અટકાવવા લેવાયો નિર્ણય

ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચોરીના મોબાઈલ કે અજાણ્યા નામે લેવાયેલા સીમકાર્ડનો ઉપયોગ થતો હોય છે. પોલીસ તપાસમાં આ વિગતો ઝડપથી મળી રહે અને ગુનેગારો સુધી પહોંચી શકાય તે હેતુથી આ રજિસ્ટર પ્રથા ફરજિયાત બનાવવામાં આવી છે. જો કોઈ વેપારી આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા રજિસ્ટર નિભાવવામાં બેદરકારી દાખવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે તેમને દંડ અથવા જેલ જેવી શિક્ષાને પાત્ર થશે.


આ પણ વાંચો - Botad News : હોટલ/ ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફ્ટવેરમાં રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ




  • Follow us on: