આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારનાં વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી, જેથી અંધકારમાં પણ વાહનો દૂરથી જ નજરે પડે અને અન્ય વાહનચાલકો સમયસર સાવચેત બની શકે. ખાસ કરીને રાત્રિ દરમિયાન થનારા અકસ્માતોને અટકાવવા માટે આ પગલું અસરકારક સાબિત થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો.
વાહનમાં રેડિયમ અને જરૂરી સલામતી સાધનો રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં
ARTO અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતીને લગતાં આવા પ્રત્યક્ષ પગલાં દ્વારા સુરક્ષિત અને વ્યવસ્થિત માર્ગ વ્યવહાર સુનિશ્ચિત કરવો પ્રશાસનની પ્રાથમિકતા છે. સાથે જ વાહનચાલકોને પણ પોતાના વાહનમાં રેડિયમ અને જરૂરી સલામતી સાધનો રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
બોટાદમાં શાળાની આસપાસ માર્ગ સલામતી મજબૂત બનાવવા ARTO દ્વારા વિશેષ માર્ગ સમીક્ષા કરાઈ
વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બોટાદ ARTO કચેરી દ્વારા આજે વિશેષ માર્ગ સમીક્ષા હાથ ધરવામાં આવી. આ સમીક્ષા દરમિયાન શહેરનાં મહત્વનાં શૈક્ષણિક વિસ્તારો, ખાસ કરીને સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને મોડલ સ્કૂલ નજીકના માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માર્ગ સમીક્ષા દરમિયાન શાળા આવતાં-જતાં વિદ્યાર્થીઓને વાહનવ્યવહારથી કોઈ જોખમ ન સર્જાય તે હેતુથી વિવિધ ટ્રાફિક સલામતી પગલાં અમલમાં મૂકવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં મુખ્યત્વે વાહનોની ગતિ નિયંત્રણ, ઝેબ્રા ક્રોસિંગની વ્યવસ્થા, માર્ગ ચિહ્નો (ટ્રાફિક સાઇન બોર્ડ) સ્થાપિત કરવા તથા અન્ય જરૂરી સુરક્ષા ઉપાયો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
શાળા વિસ્તારને ‘સ્લો ઝોન’ તરીકે વિકસાવવા માટે જરૂરી પગલાં લેવાશે
ARTO અધિકારીઓએ જણાવ્યું હતું કે શાળા વિસ્તારને ‘સ્લો ઝોન’ તરીકે વિકસાવવા માટે જરૂરી પગલાં લેવાશે, જેથી અચાનક અકસ્માતોની સંભાવના ઘટે. સાથે જ, વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે રસ્તો પાર કરી શકે તે માટે ઝેબ્રા ક્રોસિંગ અને ચેતવણી સૂચક બોર્ડ મૂકવાની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો : Kutch News : કચ્છના રાપરમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર