બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ અને તેની આસપાસના સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો ભારે આતંક જોવા મળી રહ્યો હતો. દીપડાની હાજરીને કારણે ખેડૂતો ખેતરે જતા ગભરાતા હતા અને ગામલોકોમાં પણ સતત ભયનો માહોલ હતો. આખરે વન વિભાગની મહેનત રંગ લાવી છે અને દીપડો પાંજરે પુરાયો છે.
વન વિભાગની વ્યૂહરચના
દીપડાને પકડવા માટે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે રાણપુર વન વિભાગ દ્વારા નાગનેશ ગામની સીમમાં વ્યૂહાત્મક રીતે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની સતત દેખરેખ બાદ ગત રાત્રિના સમયે દીપડો મારણની લાલચે પાંજરામાં કેદ થયો હતો.
