અમરોલી વિસ્તારમાં નજીવી બાબતે માનવી કેટલો હિંસક બની શકે છે તેનો પુરાવો આપતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. રસોઈ બનાવતી વખતે થતા ધુમાડા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ પોતાની પ્રેમિકાની હત્યા કરી નાખી છે.

ઝઘડામાં પ્રેમિકાની હત્યા કરી નાખી

અમરોલી વિસ્તારમાં 48 વર્ષીય જયાબેન તેમના પ્રેમી ભાવેશ પાંડવ સાથે છેલ્લા 7 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રસોઈ બનાવતી વખતે રસોડામાં ધુમાડો થવા બાબતે ભાવેશ અને જયાબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાવેશે પૂછ્યું હતું કે, "રસોઈ બનાવતી વખતે આટલો ધુમાડો કેમ થાય છે?" આ સામાન્ય પ્રશ્ન પરથી શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ભાવેશ પાંડવે સંયમ ગુમાવ્યો હતો.

કાતર વડે જયાબેન પર હુમલો કર્યો

ઝઘડો વધતા ભાવેશ પાંડવે ઉશ્કેરાટમાં આવી નજીકમાં પડેલી કાતર વડે જયાબેન પર હુમલો કર્યો હતો. તેણે જયાબેનના ગળાના ભાગે કાતરના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયાબેન લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા અને તેમનું કરુણ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: Surat: સુરત એરપોર્ટથી દુબઈની ફ્લાઇટ શરૂ થવા મામલે ફરી ગ્રહણ, દિલ્હી જવા માટે પણ હવે ખિસ્સા ખાલી કરવા પડશે