સુરતથી આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવાની રાહ જોઈ રહેલા મુસાફરો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા આગામી 17 મેથી સુરત-દુબઈ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી આ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
દુબઈ ફ્લાઇટ કેમ અટકી?
એરલાઇન્સે અગાઉ બુકિંગ પણ શરૂ કરી દીધું હતું, પરંતુ અસ્થાયી કેપ (Temporary Cap) અને વર્તમાન આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિને પગલે ઓપરેશનલ મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ ટેકનિકલ કારણોસર એર ઇન્ડિયાએ હાલ પૂરતી આ ફ્લાઇટની કામગીરી સ્થગિત કરી દીધી છે, જેના કારણે વેકેશનમાં દુબઈ જવાનું પ્લાનિંગ કરી રહેલા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
