બોટાદના રાણપુર પંથકમાં જમીન પચાવી પાડવા માટે આચરવામાં આવેલી એક મોટી છેતરપિંડી સામે આવી છે. જેમાં જીવિત હોવાની ખોટી ઓળખ આપીને મૃતકના નામે જમીનનું વેચાણ કરી નાખવામાં આવ્યું હતું. આ ગંભીર ગેરરીતિ પકડાતા રાણપુરના સબ-રજીસ્ટ્રારે પોતે જાગૃતતા દાખવી ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જમીન વેચાણના એક સોદામાં ગંભીર ગેરરીતિ
આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાણપુરના સબ-રજીસ્ટ્રાર નીરવ પટેલના ધ્યાન પર આવ્યું કે જમીન વેચાણના એક સોદામાં ગંભીર ગેરરીતિ થઈ છે. આરોપીઓએ જે વ્યક્તિની જમીન હતી, તે વ્યક્તિ ખરેખર મરણ પામેલ હોવા છતાં તેની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને ઊભી રાખી ખોટી ઓળખ આપી હતી અને રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું.
