બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામેથી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું ગાંજાનું મોટું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. રાજ્ય મોનિટરિંગ સેલ (SMC) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.


રાણપુરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

પ્રાપ્ત માહિતી અનુસાર, SMCની ટીમે વાવડી ગામની એક વાડીમાં તપાસ હાથ ધરતાં કપાસના પાકની આડમાં છુપાવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. SMC એ સ્થળ પરથી આશરે 93 જેટલા લીલા ગાંજાના છોડ કબજે કર્યા છે, જેની અંદાજિત બજાર કિંમત લગભગ ₹1 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

 1 કરોડના ગાંજાના 93 છોડ કબજે કરાયા

આ ગેરકાયદેસર વાવેતર કરવાના આરોપસર પોલીસે અજીતસિંહ બારડ નામના શખ્સની ધરપકડ કરી છે. SMC દ્વારા આરોપી અજીતસિંહ બારડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગાંજાના વાવેતર પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંડોવાયેલું છે કે કેમ, તે દિશામાં ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાણપુર પંથકમાંથી આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો: ઓવરસ્પીડ અને સિગ્નલ ભંગથી યુવકનો જીવ ગયો, અકસ્માતના CCTV આવ્યા સામે

  • Follow us on: