ગઢડા તાલુકાના ઢસા ગામે ગત રાત્રે લૂંટની એક ચોંકાવનારી ઘટના બની છે. જલાલપર રોડ પરથી પસાર થઈ રહેલા એક વેપારીને બે અજાણ્યા શખ્સોએ આંતરી, માર મારીને લાખોની રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.


વેપારી પર હુમલો કરી દોઢ લાખની લૂંટ

મળતી માહિતી અનુસાર, ઢસા ગામમાં 'શિવ મોબાઈલ' નામની દુકાન ધરાવતા સુરેશભાઈ ચૌહાણ રાત્રિના સમયે પોતાની દુકાન વધાવીને ઘરે જઈ રહ્યા હતા. તેઓ ઢસાથી વિકળીયા જતા માર્ગ પર જલાલપર રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો.

બે અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોક્યો

લૂંટારુઓએ વેપારી સુરેશભાઈ પર હુમલો કરી તેમને માર માર્યો હતો અને તેમની પાસે રહેલો થેલો આંચકી લીધો હતો. આ થેલામાં:1.50 લાખ (દોઢ લાખ) રોકડા.4 નંગ કિંમતી મોબાઈલ ફોન. આમ, લાખોની મતા લૂંટીને બંને લૂંટારુઓ અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

પોલીસ તપાસનો ધમધમાટ

ઘટનાની જાણ થતા જ બોટાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. લૂંટની ગંભીરતાને ધ્યાને લેતા બોટાદ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લૂંટારુઓના સગડ મેળવવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે.


આ પણ વાંચો: Dahod: બે ગધેડાઓની લડાઈમાં માજી કાઉન્સિલર શિકાર બન્યા, માથામાં લાત મારતા હાલત ગંભીર

  • Follow us on: