સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે તારીખ 20-12-2025, શનિવારના રોજ અત્યંત ભવ્ય અને પરંપરાગત "દક્ષિણી થીમ" (South Indian Theme) પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
https://www.instagram.com/reel/DSeQr_JDsr0/?utm_source=ig_web_copy_link
ગુલાબ અને સેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું હતું
દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના મયૂરપંખની ડિઝાઈનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને ચાંદીનો મુગટ પહેરાવી, તાજા ગુલાબ અને સેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. આજના પવિત્ર શનિવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી અને ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

વિશેષમાં, મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
પવિત્ર ધનુર્માસ તા.16 ડિસેમ્બર ૨૦૨૫ થી તા.14 જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” પાઠનો જપ યજ્ઞ પ્રારંભ કરવામાં છે. સવારે ૭ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ ટ્રાફિક પોલીસે કાયદો હાથમાં લઈ યુવતીને જાહેરમાં લાફો માર્યો, યુવતીએ I-CARD માંગતા થઈ બબાલ