સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે તારીખ 10-01-2026, શનિવાર અને ધનુર્માસ શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.


[[$googlead]]

દાદાને ચાંદીનો ભવ્ય મુગટ અને વૃંદાવનમાં ખાસ તૈયાર કરવામાં આવ્યા

આ પ્રસંગે દાદાને ચાંદીનો ભવ્ય મુગટ અને વૃંદાવનમાં ખાસ તૈયાર કરવામાં આવેલા એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘા ધરાવવામાં આવ્યા હતા. વહેલી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


[[$alsoread]]

આજે સાંજે 4:30 કલાકે દિવ્ય રાજોપચાર પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે

મંદિરના પટાંગણમાં ભક્તિભાવપૂર્વક મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે ધનુર્માસ (તા. 16 ડિસેમ્બર 2025 થી 14 જાન્યુઆરી 2026) દરમિયાન શ્રી હરિ મંદિરમાં "શ્રી હનુમાન ચાલીસા" ના પાઠ અને "ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા" મંત્રના જપ યજ્ઞનું આયોજન ચાલુ છે, જે દરરોજ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન યોજાય છે.


આ પણ વાંચો : Morbi News : મોરબીમાં 2 નરાધમે 8 ફૂટ ઊંચી દિવાલ કૂદીને 2 દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ


  • Follow us on: