સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ : 31-01-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ એવં જરદોશીવર્ક તથા ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફુલોનો અત્યંત મનોહર શણગાર ધરાવવામાં આવ્યો હતો.

દાદાને ચાંદીનો મુગટ પહેરાવાયો
આજના વિશેષ દિને દાદાને ચાંદીનો મુગટ તથા જરદોશી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સમગ્ર ગર્ભગૃહને ઓર્કિડ અને ગુલાબના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વધુમાં, દાદાને સુખડી અને તાજા ફ્રુટનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. મંદિરમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી વડતાલના ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. શનિવાર હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.









