ચોમાસા દરમિયાન છોટા ઉદેપુર જીલ્લાના ચાર જેટલા પુલ નબળા જણાતા તેમાં પરથી ભારદારી વાહનો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ટ્રાફિક કવાંટ થઈને ડાયવર્ટ કરાતા કવાંટ ખાતેનો કરા નદીનો પુલ જર્જરીત થઈ જતાં રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
છોટા ઉદેપુરથી કવાંટના રોડ પર ચાર ઘણો ટ્રાફિક
પાદરા પાસે ગંભીરા પુલ દુર્ઘટના ગ્રસ્ત થતા સમગ્ર રાજ્યના પુલોનો ચકાસણી કરવામાં આવી હતી જેમાં છોટા ઉદેપુર જીલ્લાના ચાર જેટલા પુલ નબળા જણાતા તેના પરથી ભારદારી વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને છોટા ઉદેપુરથી સુરતનો અને છોટા ઉદેપુરથી વડોદરાનો ભારદારી વાહનોનો ટ્રાફિક કવાંટ થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.જેને લઇને છોટા ઉદેપુરથી કવાંટના રોડ પર ચાર ઘણો ટ્રાફિક થઈ ગયો છે.પહેલા કવાંટના રસ્તા પર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો ટ્રાફિક ચાલું હતો.અને વધુ ટ્રાફિક થતા રસ્તો તો જર્જરીત થયો જ છે પરંતુ કવાંટ ખાતે કરા નદી પરનો પુલ પણ ખખડધજ થઈ ગયો છે.
ટ્રાફિક ડાયવર્ટ કરાતા રસ્તાની સાથે સાથે પુલ પણ જર્જરીત થઈ ગયો
કવાંટ ખાતેની કરા નદી પર લગભગ 50 વર્ષ પહેલા પુલ બનાવવામાં આવ્યો હતો.આ પુલ પર ભારદારી વાહનોનો ટ્રાફિક ડાયવર્ટ કરાતા રસ્તાની સાથે સાથે પુલ પણ જર્જરીત થઈ ગયો છે. પુલની પેરાફિટ તૂટી ગઈ છે.અને સિમેન્ટની પે બદલે વાંસના બામ્બુ બાંધીને કામ ચલાવવામાં આવી રહ્યું છે.ઉપરાંત પુલ પર મોટા મોટા ગાબડા પડી ગયા છે.જે ગાબડામાંથી નદીનો પર પણ આરપાર જોઈ શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે.અને સાંધા પણ ખુલ્લા થઈ ગયેલા જોવા મળી રહ્યા છે.જેને લઇને રાહદારીઓ આ પુલ ગમે ત્યારે તુટી જાય તેવી ભીતિ સેવી રહ્યા છે.
જિલ્લાની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો
આ પુલ જર્જરીત થી જતા જિલ્લાની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જેથી આ પુલ વહેલી તકે નવી બનાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. હાલ તો જિલ્લાની જનતા પુલ બંધ થઈ જવના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે કવાંટ ખાતેનો પુલ પણ જર્જરીત થઈ જતાં પુલ બંધ થવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.આ બાબતે માર્ગ અને મકાન વિભાગ આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે આ પૂલનું કામ ક્યારે હાથ ધરાય છે, તે આવનાર સમય જ બતાવશે.
આ પણ વાંચો---- Ayodhya Ram Mandir Flag Hoisting Live : રામ મંદિરના શિખર પર લહેરાયો ધર્મ ધ્વજ, પીએમ મોદી-મોહન ભાગવતે કર્યું ધ્વજારોહણ