હાલના ડિજિટલ યુગમાં જો ક્યારે થોડા સમય માટે પણ નેટવર્કની સમસ્યા થાય છે, તો ઘણા લોકો હેરાન પરેશાન થઈ જાય છે. ઘણા લોકોના મોટા કામો પણ અટકી જાય છે. જો આવામાં તમારા મોબાઈલમાં નેટવર્ક જ ન આવે તો? આ વાત સાંભળવામાં નવાઈ પમાડે તેવી છે, પણ આ કાડકોચ ગામની હકીકત છે. દેશ જ્યારે 5જીના જમાનામાં જીવી રહ્યો છે. ત્યારે આ ગામના લોકોને કોલિંગ માટે પણ નેટવર્ક આવતું નથી.\


કાડકોચ ગામમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મોબાઇલ નેટવર્કની સમસ્યા જોવા મળી રહી છે. નસવાડીના કાડકોચ ગામમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. ગામમાં મોબાઇલ નેટવર્ક ન મળતું હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ ગામની વસ્તી 1 હજાર કરતા વધારે હોવા છતા ગામમાં એકપણ મોબાઈલ ટાવર નથી. જે કારણે મોબાઇલ નેટવર્કની સમસ્યાના ઉકેલ માટેની માગ ગામ લોકો દ્વારા કરવામાં આવી છે.

આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે

કાડકોચ ગામમાંમોબાઈલ નેટવર્ક સમસ્યા હોવાના કારણે યુવાનો અને ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, જો મોબાઈલ નેટવર્કની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. આ સાથે ગામ લોકોએ જણાવ્યું કે, જો જરૂર પડશે તો મોબાઈલ નેટવર્ક માટે મોટું આંદોલન પણ કરવામાં આવશે.

અનેકવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ પ્રશ્નો હલ ન કરાતા લોકોમાં રોષ

ગામના યુવાનો ભેગા થઈ મોબાઈલ નેટ સમસ્યાની આપવીતી જણાવી મીડિયા આ પ્રશ્ન હલ કરાવે તેવી આશા આ ગામના યુવાનો રાખી રહ્યા છે. મોબાઈલ નેટની સમસ્યા હલ કરવા અનેકવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ પ્રશ્નો હલ ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટેક્નોલોજી યુગમાં મોબાઈલ નેટ ગામમાં નેટ ન આવે એ કેટલું યોગ્ય ?


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બન્યા છાટકા, ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી


  • Follow us on: