છોટા ઉદેપુરના પીપળસટ ગામે 8 માસની દીકરીની માતાએ હત્યા કરી અને દીકરીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી છે, દીકરીની હત્યા બાદ માતાએ ગળેફાંસો ખાઇ આપગાત કર્યો છે, પ્રેમ લગ્ન કરતા પિતા પરત લઇ જવાના ડરથી આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી પણ પોલીસને મળી છે.

પતિને બજારમાં મોકલી મહિલાએ ઘટનાને અંજામ આપ્યો

છોટા ઉદેપુરના પીપળસટ ગામે મહિલાએ પોતાની 8 માસની દીકરીને મારી નાખી પોતે આપઘાત કર્યો છે, પ્રેમ લગ્ન કર્યા હતા અને તેના ડરના કારણે મૃતકના પિતા તેને પિયર લઈ જશે તેવી બીકના કારણે ઝાડ પર લટકીને આપઘાત કર્યો છે, યુવતીએ તેના પતિને બજારમાં દૂધ અને બિસ્કિટ લેવા મોકલ્યા બાદ દીકરીનું મોત નિપજાવ્યા બાદ કર્યો આપઘાત, આ ઘટનાની જાણ યુવતીના પતિ ઘરે આવતા બાળકીને પાણીના હોજમાં મૃત હાલતમાં તરતી જોઈ હતી.

સંખેડા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી

તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે મૃતકના પિતા અને પતિની પણ પૂછપરછ શરૂ કરી છે, ત્યારે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છે.


આ પણ વાંચો : Bhuj News : Ahmedabadમાં ભૂમાફિયાઓએ નર્મદા કેનાલ પર ગેરકાયદે પુલ બનાવ્યો, જુઓ Video