જિલ્લાના નાની રાસલી ગામમાં વન્યજીવ અને માનવ સંઘર્ષની ઘટનાઓ વચ્ચે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં આવેલ એક કૂવામાં મોડી રાત્રે દોઢ વર્ષની માદા દીપડી ખાબકતા વન વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કૂવામાં દીપડી ખાબકતા રેસ્ક્યુ
નાની રાસલી ગામના એક ખેતરના કૂવામાં મોડી રાત્રે દીપડો ખાબકવાનો અવાજ આવતા આસપાસના લોકો જાગી ગયા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે અંદાજે દોઢ વર્ષની એક માદા દીપડી કૂવામાં પડી ગઈ છે. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વનકર્મીઓનો કાફલો પાંજરા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
