છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં અચાનક કમોસમી વરસાદ ખાબકતા ખેતીવાડી અને જિનિંગ ઉદ્યોગમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ શરૂ થયેલા વરસાદને કારણે ખેતરોમાં અને જિનોમાં રહેલો કપાસ પલળી ગયો છે.
સંખેડા તાલુકામાં અચાનક કમોસમી વરસાદ
સંખેડા પંથકમાં આવેલી કપાસની જિનોમાં ખુલ્લામાં પડેલો કપાસ, કપાસિયા અને તૈયાર થયેલી ગાંસડીઓ વરસાદી પાણીમાં પલળવા લાગતા જિનરોમાં ફાળ પડી હતી. માલને બચાવવા માટે જિનિંગ માલિકો અને મજૂરોએ તાત્કાલિક તાડપત્રી ઢાંકવાની કામગીરી શરૂ કરી હતી, છતાં વરસાદને કારણે મોટું નુકસાન થવાની આશંકા છે. વિશેષ કરીને બહાદરપુર અને હાંડોદ સેન્ટરોમાં કમોસમી વરસાદની અસર વધુ જોવા મળી છે.










