ડીસા શહેરમાં નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને ગટર વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે. શહેરના રાણપુર રોડ પર આવેલા પિંક સિટી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે.
ડીસામાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ
પિંક સિટી વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા બાર મહિનાથી ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા આખો વિસ્તાર દુર્ગંધથી ખદબદી રહ્યો છે. પાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પાછી આવી રહી હોય તેમ લાગી રહ્યું છે.










