નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખાંભડા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ખેતરમાં રોજિંદા કામ માટે ગયેલા એક વૃદ્ધ ખેડૂત પર દીપડાએ ઓચિંતો હુમલો કરી દેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


ખેતરમાં કામ કરતી વખતે ત્રાટક્યો દીપડો

મળતી માહિતી મુજબ, ખાંભડાના કણબીવાડ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નટુ પટેલ આજે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ નટુ પટેલના પેટ અને થાપાના ભાગે જોરદાર પંજા મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. વૃદ્ધની બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો.

ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઇજાગ્રસ્ત નટુ પટેલને તાત્કાલિક ચીખલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા અધિકારીઓ પણ તપાસ માટે દોડી ગયા છે.

આ પણ વાંચો: Gandhinagar: રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ફૂલ અને કિટ આપી પાઠવી શુભેચ્છા

  • Follow us on: