ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં હંમેશા ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે નવા વર્ષની પ્રથમ પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં માઈભક્તો ડુંગર પર ચઢવા માટે કતારબદ્ધ થયા હતા. "જય ચામુંડા" ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકોએ લાંબી લાઈનોમાં ઊભા રહીને માંના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને નવા વર્ષની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.


ભક્તિ અને આસ્થાનો સંગમ

ભક્તોના ભારે ધસારાને કારણે ચોટીલા હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓની સંખ્યા એટલી મોટી હતી કે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેને નિયંત્રિત કરવા માટે પોલીસ તંત્રએ પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પદયાત્રીઓ અને ખાનગી વાહનો દ્વારા આવતા ભક્તોને કારણે મંદિર પરિસર તેમજ નીચેના તળેટી વિસ્તારમાં પણ પગ મૂકવાની જગ્યા નહોતી. સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

  • Follow us on: