જૂનાગઢ અને આસપાસના જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન GMERS જનરલ હોસ્પિટલ (સિવિલ) ના આધુનિકીકરણ માટે મોટા નિર્ણયો લેવાયા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં હોસ્પિટલના 13 ઓપરેશન થિયેટરને (OT) વૈશ્વિક સ્તરના ‘મોડ્યુલર’ થિયેટરમાં ફેરવવાની જાહેરાત કરવામાં આવી છે.
GMERS જનરલ હોસ્પિટલમાં આધુનિકીકરણ માટે નિર્ણયો
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હોસ્પિટલના તમામ 13 ઓપરેશન થિયેટરોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. મોડ્યુલર OT ની ખાસિયત એ છે કે ત્યાં ચેપ (Infection) લાગવાનું જોખમ નહિવત થઈ જાય છે. અત્યાધુનિક મશીનરી અને સિસ્ટમને કારણે જટિલ ઓપરેશનો વધુ ચોકસાઈથી થઈ શકશે, જેનાથી રિકવરી ઝડપી આવશે. હાલ 2 ઓપરેશન થિયેટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જ્યારે બાકીના OT ને તબક્કાવાર રીતે અપગ્રેડ કરવામાં આવશે.










