ગુજરાત પોલીસ દળમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (LRD) અને પીએસઆઈ (PSI) ની ભરતી માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટરો પર શારીરિક કસોટી શરૂ થશે.


13,591 જગ્યાઓ અને 14 લાખથી વધુ ઉમેદવારો

રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગની કુલ 13,591 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વખતે ભરતીમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે આ આટલી જગ્યાઓ સામે 14 લાખ કરતા વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે એક-એક જગ્યા માટે ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જોવા મળશે.

LRD અને PSIની સંયુક્ત શારીરિક કસોટી

મહત્વનું છે કે, આ વખતે LRD અને PSI બંને કેડર માટે શારીરિક કસોટીના આયોજન અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે. 21 જાન્યુઆરીથી શરૂ થનારી આ કસોટીમાં દોડ અને અન્ય શારીરિક માપદંડો ચકાસવામાં આવશે. ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો પણ સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે.

તૈયારીઓ માટે અંતિમ તબક્કો

તારીખ જાહેર થતા જ રાજ્યભરના મેદાનોમાં પ્રેક્ટિસ કરી રહેલા ઉમેદવારોમાં જોશ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારોએ પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે.

આ પણ વાંચો: નેશનલ સમુદ્રી તરણ સ્પર્ધામાં અમદાવાદના વૃદ્ધાને હાર્ટ એટેક

  • Follow us on: