વડોદરાના વડદલા ગામના એક મકાનમાં જ્યારે એક સાપ દેખાયો ત્યારે પરિવારને અંદાજ નહોતો કે તે ભારતનો સૌથી ઘાતક સાપ છે. 'સો-સ્કેલ્ડ વાઈપર' તરીકે ઓળખાતો આ સાપ કદમાં નાનો હોય છે પરંતુ તેનું ઝેર અત્યંત મારક હોય છે.


ભારતનો સૌથી ઘાતક સાપ સો-સ્કેલ્ડ વાઈપર

મકાન માલિકે સાપ જોતા જ સાપ પકડતી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરીટેબલ ટ્રસ્ટના સેવક આર્યને ખૂબ જ સાવધાનીપૂર્વક આ સાપને પકડી લીધો હતો. આર્યને જણાવ્યું હતું કે, આ સાપ મોટાભાગે સૂકા અને રેતાળ પ્રદેશોમાં જોવા મળે છે, વડોદરામાં તેનું દેખાવું એ પર્યાવરણ પ્રેમીઓ માટે પણ એક આશ્ચર્યનો વિષય છે.

વન વિભાગની કામગીરી

રેસ્ક્યૂ બાદ સાપને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો છે, જ્યાંથી તેને તેના કુદરતી આવાસમાં (માનવ વસ્તીથી દૂર) મુક્ત કરવામાં આવશે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે ચોમાસા કે બદલાતા વાતાવરણમાં આવા ઝેરી જીવો નીકળવાની શક્યતા રહે છે, માટે સતર્ક રહેવું જરૂરી છે.

આ પણ વાંચો: Surat: નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ મૃતદેહ ફેંકી અજાણ્યો શખ્સ પલાયન


  • Follow us on: