પરંતુ આ સાથે જ સાયબર ગુનાઓમાં વધારો પણ નોંધાયો છે. દરરોજ હજારો લોકો કોઈને કોઈ પ્રકારના ઓનલાઈન ફ્રોડનો ભોગ બને છે. આવા પીડિતોને તાત્કાલિક મદદ અને ન્યાય મળે તે માટે ભારત સરકારે શરૂ કરી છે — ૧૯૩૦ હેલ્પલાઇન, જે એક રાષ્ટ્રીય સ્તરની સાયબર ઠગાઈ રિપોર્ટિંગ સેવા છે.
સ્થાપના અને હેતુ
૧૯૩૦ હેલ્પલાઇનની સ્થાપના ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કરવામાં આવી છે. તેનું સંચાલન Indian Cyber Crime Coordination Centre (I4C) દ્વારા થાય છે. તેનો મુખ્ય હેતુ છે, "સાયબર ફ્રોડની ઘટના બનતાની સાથે જ પીડિતની મદદ કરવી અને ગુનેગારોના ખાતામાં જમા થયેલા પૈસા તરત જ અટકાવવા. આ હેલ્પલાઇન સાથે નૅશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in) પણ જોડાયેલ છે, જ્યાં નાગરિકો ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે.
૧૯૩૦ હેલ્પલાઇન કેવી રીતે કાર્ય કરે છે?
૧. ફ્રોડ થતાની સાથે કૉલ કરો:- પીડિત વ્યક્તિ તરત જ ૧૯૩૦ નંબર પર કૉલ કરીને પોતાની વિગતો આપે છે — જેમ કે નામ, ફોન નંબર, ફ્રોડની રકમ, તારીખ, બેંકનું નામ વગેરે.
૨. ફરિયાદ નોંધણી:- કૉલ સેન્ટર ઓપરેટર આ માહિતી નૅશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર નોંધે છે.
૩. બેંક અને પોલીસને જાણ:- માહિતી સંબંધિત બેંક અને સ્થાનિક પોલીસ તંત્ર સુધી પહોંચાડવામાં આવે છે, જેથી તરત જ ફ્રોડ ટ્રાન્ઝેક્શન બ્લોક કરી શકાય.
૪. ફંડ ફ્રીઝ પ્રક્રિયા:- બેંક અને NPCI (National Payments Corporation of India) સિસ્ટમ દ્વારા ગુનેગારોના ખાતામાં જમા થયેલા પૈસા તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવે છે.
૫. ફરિયાદની સ્થિતિ તપાસ:- પીડિત વ્યક્તિ www.cybercrime.gov.in પર જઈ પોતાના ફરિયાદ નંબર દ્વારા કેસની સ્થિતિ જોઈ શકે છે.
હેલ્પલાઇનની મુખ્ય લાક્ષણિકતા
- દેશભરમાં ૨૪x૭ કાર્યરત હેલ્પલાઇન સેવા
- દરેક રાજ્યમાં જોડાયેલ સાયબર ક્રાઇમ સેલ
- ઝડપી ફ્રોડ ટ્રાન્ઝેક્શન બ્લોક સિસ્ટમ
- સામાન્ય નાગરિક માટે મફત અને સરળ ઉપયોગી સેવા
- બહુભાષી સહાય — ઘણા રાજ્યોમાં સ્થાનિક ભાષામાં વાતચીતની સુવિધા
૧૯૩૦ હેલ્પલાઇન નીચે મુજબની પરિસ્થિતિઓમાં મદદરૂપ બને છે
૧. UPI / Paytm / Google Pay / PhonePe ફ્રોડ
૨. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફ્રોડ
૩. બેંક લોગિન / OTP ફિશિંગ હુમલો
૪. ઈ-કોમર્સ ફ્રોડ (નકલી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ)
૫. સોશિયલ મીડિયા હેકિંગ અથવા નકલી પ્રોફાઇલ
૬. લોન એપ્લિકેશન ઠગાઈ, રોકાણ સ્કેમ અથવા ગિફ્ટ સ્કીમ ફ્રોડ
૭. કૉલ, ઈમેલ અથવા મેસેજ દ્વારા થયેલી ઠગાઈ
નાગરિકોની સાવચેતી માટેના ઉપાય
સાયબર સુરક્ષા માટે સરકાર દ્વારા અનેક જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં શાળાઓ અને કોલેજોમાં સાયબર સુરક્ષા તાલીમ કાર્યક્રમો માર્ગદર્શન આપવામાં આવે છે. મિડિયા અને સોશિયલ મીડિયા દ્વારા માહિતી પ્રસારિત કરી જનજાગૃતિ માટે સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સાયબર સુરક્ષા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક વ્યક્તિએ ડિજિટલ સાવચેતી રાખવી પણ જરૂરી છે.
સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબ સાવચેતી રાખો:-
૧. અજાણી લિંક પર ક્લિક ન કરો.
૨. કોઈને OTP કે પાસવર્ડ આપશો નહીં.
૩. સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટ જ ઉપયોગ કરો.
૪. અતિ આકર્ષક ઑફરો કે ઇનામના મેસેજથી સાવચેત રહો.
૫. ફ્રોડ થતાં જ ૧૯૩૦ પર કૉલ કરો અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
સાયબર સજાગ રહો, ડિજિટલ સુરક્ષિત રહો
આમ, ૧૯૩૦ હેલ્પલાઇન એ ભારતના ડિજિટલ નાગરિકોને સાયબર ગુનાઓ સામે સુરક્ષિત રાખવા માટેનું શક્તિશાળી સાધન છે. તે માત્ર એક હેલ્પલાઇન નથી, પરંતુ એક એવી ઝડપી પ્રતિભાવ વ્યવસ્થા છે, જે ગુનેગારોના હાથ સુધી પૈસા પહોંચે તે પહેલાં જ રોકી શકે છે. દરેક નાગરિકે આ હેલ્પલાઇન વિશે જાણકારી રાખવી જોઈએ અને બીજાને પણ માહિતગાર કરવા જોઈએ. ફ્રોડ થયાની જાણ થતાં જ વિલંબ કર્યા વિના ૧૯૩૦ પર કૉલ કરીને પોતાના હકની રક્ષા કરવી જોઈએ.
